આ રમતો મને વ્હાલી વ્હાલી...
આ રમતો મને વ્હાલી વ્હાલી...
આંબલી પીપળી ને ગીલ્લી દંડી
એ તો મારી બાળપણની મુડી
આ રમતો મને વ્હાલી વ્હાલી.
ખેચમખેચ ને એકબીજાથી દોડાદોડી
એથી વધુ ગમતી બાળપણની હોડી
આ રમતો મને વ્હાલી વ્હાલી.
નદી પર્વતને કોઇ ખો ખો કબડ્ડી
સાથે રમાતી એક પગની લંગડી
આ રમતો મને વ્હાલી વ્હાલી.
ધુળમાં રમવું ને પાંચીકા રમત
એ તો મને ગમતું જાણે જગત
આ રમતો મને વ્હાલી વ્હાલી.
રમતો થકી જીવન બને કસીલુ
રમતો વિના જીવન જ અધુરું
આ રમતો મને વ્હાલી વ્હાલી.
