બાળપણની યાદો
બાળપણની યાદો
મમ્મીની આંગળી પકડી દોડતા
ખોળામાં બેસીને નિરાંતે ઊંઘી જતાં
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
આખા મહોલ્લામાં થતી દોડાદોડી
મિત્રો સાથે નાસ્તાની ભાગીદારી
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
લખોટી, ગિલ્લી દડો ને લંગડી
એતો જાણે રોજને અમારી કબડ્ડી
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
એ દાદાની લાકડીને દાદીની વાર્તા
એ તો અમારે મીઠા મધુરા ખજાના
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
શાળાનું બાળગીત ને ભાગપેટીની મજા
ઉનાળાની બપોરે ગામને પાદર થતાં ભેગા
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
માટી સાથે દોસ્તી લાગે મીઠી મીઠી
દાદા દાદીને બનાવી ઘોડો કરતી સવારી
મને ગમતી બાળપણની યાદો મીઠી મીઠી
