ઉનાળો
ઉનાળો
કેસુડાએ વનમાં આગ લગાવી,
ને ઉનાળો વહેતો થયો..
કાળઝાળ ગરમીએ સામ્રાજ્ય ફેલાવ્યું,
ને ઉનાળો વહેતો થયો...
અથાણાંનાં ચટકા ને કેરીના કટકા,
ગરમાણાનો દોર વહેતો થયો
ગરીબોનો પરસેવો રેલાતો ગયો,
ને ઉનાળો વહેતો થયો..
લાવ્યો પિયરની ઠંડક ને વેકેશનની મજા,
એ.સી. ને કુલરનો મહિમા વહેતો થયો
બરફના ગોળા ને આઈસ્ક્રીમ લાવ્યો
ને ઉનાળો વહેતો થયો...
ગગનથી લૂ વરસાવી અનાજ પકાવી,
તેજનો ગોળો વહેતો થયો.
જગતના તાતને આશા બંધાવતો,
ઉનાળો વહેતો થયો...
સમંદર સૂકાવતો ને વાદળ બનાવતો,
કુદરતનો ક્રમ વહેતો થયો.
પાણીને ટંચાઈમાં ચાતકની યાદ આપતો
આ ઉનાળો વહેતો થયો.
