બાળપણની યાદ
બાળપણની યાદ
આજે યાદ બહુ આવે મારું બાળપણ,
જયારે કરતી તોફાનને રમતી'તી,
મમ્મી મારી પાછળ દોડતી'તી,
ને હું કોઈક ખૂણે સંતાતી'તી.
રમવાની અધીરાઈથી લેસન કરતી'તી,
સખીઓ સંગ શેરીમાં રમતો રમતી'તી,
ક્યારેક રીસામણા થતા'તા,
ક્યારેક મનામણાં પણ થતા'તા.
આજે વર્ષો બાદ એ જ મારી શેરી,
એ શેરીમાં છે હજુ મારું ઘર,
પણ, મમ્મી પાછળ દોડતી નથી,
ને સંતાવાનો કોઈ ખૂણો નથી.
રમતો એ જ પણ રમવાનો સમય નથી,
સખીઓ પણ એ જ, મળવાનો સમય નથી
રિસાવાની આજ કોઈ મજા નથી,
ને મનાવવાનો આજ સમય નથી.
આજે યાદ બહુ આવે મારું બાળપણ,
જ્યાં 'રાજુ' તોફાન કરી રમતી'તી,
ને મસ્તી કરી રમતી'તી.
