STORYMIRROR

Dikshita Shah

Children Stories Others

4  

Dikshita Shah

Children Stories Others

સ્વરૂપ

સ્વરૂપ

1 min
370

ખારું જળ આંખોનું શું છે ? માત્ર દરિયાનું સ્વરૂપ,

ઘાવથી ઉપસેલા આંસુ મનના તળિયાનું સ્વરૂપ.


પર્ણ માફક રોજ તૂટી જીવવાનું ક્યાં સુધી ?

વૃક્ષ સમ નક્કરતા માટે થઈ હું થડિયાનું સ્વરૂપ !  


ટાઢ, તડકો, વાયરા, વંટોળ સૌ સ્વીકાર છે,

સાચવે છે દુઃખની છતને સૌમ્ય નળિયાનું સ્વરૂપ.        


એક એકા એક, પણ એ એક નહીં તો કંઈ નહી, 

આ રીતે પાક્કું કર્યું છે મેંય ઘડિયાનું સ્વરૂપ !


કોડી, પાંચીકા ને દોડાદોડનો જો જ્યાં રવ હતો,

દીકરીની રિક્તતાથી સ્તબધ ફળિયાનું સ્વરૂપ !


ના કશું વાવ્યું હૃદયની ધરતી પર મેં એ ગણી,

થોર માફક યાદ ઉગશે સમજી ઠળિયાનું સ્વરૂપ !


ઓસ આંસુની પડી છે જ્યારથી એની ઉપર,

ત્યારથી મોંઘેરું થઈ ગ્યું રૂના તકિયાનું સ્વરૂપ.


અન્નને આધાર દે છે ને તૃષાને તુપ્તિ પણ,

અવગણે માણસ કહીંને જેને પડિયાનું સ્વરૂપ.


કેટલી ભીની અસર થઈ વાગ્યું જો હૈયે કશું !

રક્તથી રંજીત થ્યું ધાતુના સળિયાનું સ્વરૂપ.


Rate this content
Log in