STORYMIRROR

Dikshita Shah

Others

3  

Dikshita Shah

Others

અપનાવજે

અપનાવજે

1 min
204

સાવ નોખી રીતથી તું શબ્દ સૌ શણગારજે,

મૌન હોઠો પર ધરીને વેદના સંતાડજે,


લાગણીની વાતમાં તું ના બીજું કંઈ લાવજે,

છે નિકટતા ચાહની એ સંકલ્પના સન્માનજે,


ચાહવાની હદ વટાવી જિંદગી સોંપી હવે,

મારી માફક ચાહવાની ચાહના અપનાવજે,


સાથ તારો, શ્વાસ મારો, સાથમાં છૂટે ભલે,  

બસ તને ચાહ્યા કરુ એ ઝંખના સ્વીકારજે,


આ સમય જો રંગ બદલે જીવવું અઘરું થશે,

તું સદા સાથે રહી આ કામના સરપાવજે,


પ્રેમ એ દરિયો જો હો તો, આવશે તોફાન ત્યાં,

ઓટ સાથે ભરતીની સંભાવના અપનાવજે,


ફૂલ માફક ખીલવું છે તારા હૈયાની હદે,

કો'ક દિ ખરવું પડે, વિભાવના સત્કારજે,

               

કાફિયા ને પ્રાસના નગરે શ્વસે છે શાયરી,

તારા હૈયે આ ગઝલની વ્યંજના ધરબાવજે,


સ્મિતની પાછળ સદા સંતાડી રાખ્યા આંસુ મેં,

શ્યામ થઈ મીરાંની તું આ સાધના શણગારજે.


Rate this content
Log in