આનંદે રમતી ચકલી
આનંદે રમતી ચકલી
ચકીબેન ચીં ચીં કરતાં કહે..
ચકલીનો તે થોડો એક દિવસ હોય ?
અમારો તો હરેક દિવસ મારો જ હોય
ઘરમાં બેસી કરતી રોજ ચીં ચીં
દાણાં ચણતી આનંદે રમતી,
અમારે તો સદાય ખિલખિલાટ હોય
ચકલીનો તે થોડો એક દિવસ હોય ?
ઈંડા મૂકી સેવતા ચકલી બાળ
દાણાં ચણીને રોજ ખવડાવતા હોય
માયાળુ માનવી ભાળી, પ્રેમથી રમતાં હોય.
ચકીબેન ચીં ચીં કરતાં કહે
ચકલીનો તે થોડો એક દિવસ હોય ?
પાંખો ફૂટે તો ઊડતાં શીખવીને અમે
બાળ ને છૂટા ફરવા મૂકતાં હોય
બિલ્લીને સાપ જેવાં દુશ્મનોથી ડર હોય,
ચકીબેન ચીં ચીં કરતાં કહે
ચકલીનો તે થોડો એક દિવસ હોય ?
ચકલીને ભાવે ચોખાનો દાણો..
વાત સહુ અમારી જ કહેતાં હોય
લોક હૃદયમાં સદા છે વાસ અમારો.
ચકલીનો તે થોડો એક દિવસ હોય ?
ચકીબેન ચીં ચીં કરતાં કહે..
'રાજ' માળો લટક્યો જે ઘરમાં ચકીનો
ઘરમાં એ સદાય સહુ ખીલખીલાટ હોય.
