મારી પિચકારી
મારી પિચકારી
ભરો ભરો રે પિચકારી, તેમાં કેસુડાની હેલી
ઊડે અબીલ ગુલાલ, ચાલો રમીએ હોળી હોળી
લાલ, પીળા, લીલા, રંગો આજે સૌની ઉપર પડે
રંગ ધોળો બિચારો તારો મેળ નો પડે
આજે નાહવાનું છોડો, રંગ તલાવડીમાં રમીએ
લઇ ચાલો પિચકારી સૌ શેરીએ શેરીએ ભમીએ
મને ગમે નહીં કાચા,રંગ મારા બહું પાકા
થાય દિવસ જો ચાર, તોય પડે ના ઈ ઝાકા
એવી મારી પિચકારી, ખુબ સમાય રંગીન પાણી
દુર મોંઘા બજારથી, લાવ્યા મારાં નાના નાની
પિચકારીનું બટન, જો હું ધીમે બી દબાઉ
દુર દુર સુધી ઊડે, મારા સખાઓને રંગાઉ
મારી ભુરી પિચકારી મને લાગે બહુ વ્હાલી
બની આજે હું રંગારો, રમુ મોજથી હોળી
