Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Premsagar Umrao

Children

4.5  

Premsagar Umrao

Children

મા’રે સ્કૂલે જાવું છે

મા’રે સ્કૂલે જાવું છે

1 min
273


મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે;

મિત્રો સાથે હળી-મળીને રમવા જાવું છે,

મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે


મિત્રો સાથે મોજ કરવા, સાથે બેસી નાસ્તો કરવા;

એક બીજાના ડબ્બામાંથી બ્રેકફાસ્ટની લિજ્જત લેવા,

ભોજનાલયમાં સાથે બેસી, જમવા જાવું છે,

મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે 


કોઈ દિવસના ઝગડો કરતાં, એક-બીજાને પ્રેમ કરતાં;

સ્કૂલ બસમાં પાછળ બેસી, દિવસભરની વાતો કરતાં,

મિત્રો સાથે સ્ટેયબેક કરી હોમવર્ક કરવું છે,

મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે


ટીચર કોઈ દિ'ના ખીજવતા, અમને જોઈને હરખાતાં;

કલાસરૂમમાં ભણતર સાથે, જીવનનું પણ ઘડતર કરતાં,

સૌને વ્હાલા ટીચર પાસે, ભણવા જાવું છે,

મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children