મા’રે સ્કૂલે જાવું છે
મા’રે સ્કૂલે જાવું છે
નોંધ: આ કવિતા અમારી સ્કૂલ નાં પ્રાથમિક ધોરણનાં વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી લખવાનો પ્રયાસ કર્યો છે. લોકડાઉન દરમ્યાન દરેક વિદ્યાર્થીનાં મનમાં આ વિચાર આવ્યો હશે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ દરમ્યાન કહેતા પણ હતા કે સર અમારે સ્કૂલે આવવું છે.
ખાસ નોંધ: કવિતાને થોડો મોડર્ન ટચ આપવા જાણી જોઈને અમુક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કર્યો છે. આશા રાખું છું સૌને ગમશે.
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે;
મિત્રો સાથે હળી-મળીને રમવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે,
મિત્રો સાથે મોજ કરવા, સાથે બેસી નાસ્તો કરવા;
એક બીજાના ડબ્બામાંથી બ્રેકફાસ્ટની લિજ્જત લેવા,
કલાસરૂમમાં સાથે બેસી, જમવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે,
કોઈ દિવસનાં ઝગડો કરતાં, એક-બીજાને પ્રેમ કરતાં;
સ્કૂલબસમાં પાછળ બેસી, દિવસભરની વાતો કરતાં,
મિત્રો સાથે સ્ટેબેક કરી હોમવર્ક કરવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે,
ટીચર કોઈ દિ' ના ખીજવાતા, અમને જોઈને હરખાતાં;
કલાસરૂમમાં ભણતર સાથે, જીવનનું પણ ઘડતર કરતાં,
સૌને વ્હાલા ટીચર પાસે, ભણવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે.
