મા'રે સ્કૂલે જાવું છે
મા'રે સ્કૂલે જાવું છે
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે;
મિત્રો સાથે હળી-મળી ને રમવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે,
મિત્રો સાથે મોજ કરવા, સાથે બેસી નાસ્તો કરવા;
એક બીજાના ડબ્બામાંથી બ્રેકફાસ્ટની લિજ્જત લેવા,
ભોજનાલયમાં સાથે બેસી, જમવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે
કોઈ દિવસનાં ઝગડો કરતાં, એક-બીજા ને પ્રેમ કરતાં;
સ્કૂલ બસમાં પાછળ બેસી, દિવસભરની વાતો કરતાં,
મિત્રો સાથે સ્ટેબેક કરી હોમવર્ક કરવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે
ટીચર કોઈ દિ ના ખીજવતા, અમને જોઈને હરખાતાં;
કલાસરૂમમાં ભણતર સાથે, જીવનનું પણ ઘડતર કરતાં,
સૌને વ્હાલા ટીચર પાસે, ભણવા જાવું છે,
મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે.
