STORYMIRROR

Aarti Mendpara

Others Children

4  

Aarti Mendpara

Others Children

જોઈએ

જોઈએ

1 min
314

જીવન જીવતા આવડવું જોઈએ,

સંબંધ સાચવતા આવડવું જોઈએ !


અમૃત નહીં મળે રોજ બે રોજ,

ઝેર પીતા પણ આવડવું જોઈએ !


વાતવાતમાં રુઠવું સારું નહીં,

સહન કરતાં પણ આવડવું જોઈએ !


બધું કંઈ પચી નહી શકે,

થોડું વહેંચતા પણ આવડવું જોઈએ !


ચોપડીઓ અમુક વાંચો,

ચહેરા વાંચતા પણ આવડવું જોઈએ !


Rate this content
Log in