શિયાળનો ત્રાશ
શિયાળનો ત્રાશ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
એકનાનું ગામ હતું. તે ગામમાં શિયાળનો ખુબ ત્રાસ હતો. તે ગામમાંથી કોઈને બહાર કે અંદર આવવું હોય તો વિચાર કરવો પડે અને શિયાળના ત્રાસથી લોકો કોઈ ઘરની બહાર પણ ન જાય. લોકો ઘરમાં રહીને મુંજાય ગીયા હતા.
એક દિવસ બધાં મળીને વિચાર્યું ને શિયાળને જંગલમાં મુકવા જવાનું નક્કી કર્યું.પણ શિયાળને જગલમાં લઈ કઈ રીતે જવા.
દરોજ રાતે શિયાળનો ત્રાસ વધવા લાગ્યો. ગામના લોકો ડરવા લાગ્યા. રાતના સમયે શિયાળ બધાં મળીને રાડો નાખે અને ગામના લોકોને ડર લાગવા માંડ્યો.
એક દિવસ અચાનક ગામમાંથી એક છોકરો ગાયબ થાય જાય છે. બધાં લોકો ડરવા લાગે છે કે કોઈ શિયાળ તો આ છોકરાન
ે નહિ લઈ ગયુ હોયને બધાં લોકો મળીને આખા ગામમાં આ છોકરાને ગોતવા મડે છે. પણ છોકરો મળતો નથી. છોકરાના મમ્મી પપ્પા ખુબ ચિંતા કરવા લાગે છે. અને ગામના લોકો બધાં મળીને સમજાવે છે કે છોકરો મળી જાશે. પણ છોકરો મળતો નથી એક દિવસ વીતી જાય છે. બીજા દિવસે પાછા બધાં છોકરાને ગોતવા જાય છે પણ પાછો છોકરો મળતો નથી.
પછીના દિવસે પાછો છોકરો એકલો ઘરે આવતો રે છે અને તેના મમ્મી પપ્પા તેને જોઈને ગળે લગાડી લે છે. અને છોકરાને બધું પૂછે છે કે તુ ક્યા હતો. પણ છોકરો કઈ જવાબ આપતો નથી. છોકરાના મનમાં ડર બેસી જાય છે. માટે છોકરાને ક્યાંય એકલાના મુકો અને છોકરાનું ખાસ ધ્યાન રાખો.