કુદરત તારી લીલા
કુદરત તારી લીલા
કુદરત તારી લીલા તો અપરંપાર છે.
લીલી લીલી હરિયાળી આપી...
તેને પાવા પાણી આપ્યું,
કુદરત તારી લીલા તો અપરંપાર છે.
કયાંક પડે વરસાદ અંધારાધારી...
કયાંક તો વરસાદ હોતો નથી,
કુદરત તારી લીલા તો અપરંપાર છે.
ખેડૂત ખેતર જાય છે ને...
સંધ્યા પછી આવે છે,
કુદરત તારી લીલા તો અપરંપાર છે.
ખેડૂત કરે વાવણી ને...
પાક લેહેરાય છે ખેતરમાં,
કુદરત તારી લીલા તો અપરંપાર છે.
પાક લેહેરાતો જોય ને...
ખેડૂત તો હરખાય છે.
