આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા
જોને પેલા આકાશે ચાંદ તારા શોભે
એના થકી વિશાળ ગગન આજે ચમકે
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
ચાંદામામાની સંગે ઊંચા ગગનમાં ફરે
ધરતી પર ઝબકારા કરી સૌને રીઝવે
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
ટમ ટમ કરતા લાગે સૌને એ વ્હાલા
નાનાં નાનાં જાણે ફૂલ એ આકાશના
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
સપ્તર્ષિ ને શર્મિષ્ઠા જેવા આકાર બને
વિશાળ ગગને નવી ભાતથી એ ટમકે
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
રાત પડે ને આકાશમાં એ સોહે
નાનાં મોટાં સૌને એ ખૂબ ગમે
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
ચાંદામામા સંગ આકાશમાં ફરે
સૌના દિલમાં આનંદ મહેકી ઊઠે
આ અંતરિક્ષમાં નાનાં નાનાં તારા રમે...!
