મને ભાવતી કેરી મીઠી મીઠી
મને ભાવતી કેરી મીઠી મીઠી
ઉનાળાની ગરમી જોને આ તપતી
ઠંડા પીણા અને ફળોની મોસમ આવી
મને ભાવતી કેરી મીઠી મીઠી...!
આંબાની ડાળે જો કેરી ઝૂમે
એને ખાવાને મન મારું ભમે
મને ભાવતી કેરી મીઠી મીઠી...!
ખાટી ખાટી કેરીનો છૂંદો કરી
પરિવાર સંગાથે હોંશે જમી
મને ભાવતી કેરી મીઠી મીઠી...!
મમ્મી બજારેથી કેરી લાવે
સરસ એનો રસ ખાવાની મજા પડે
મને ભાવતી કેરી મીઠી મીઠી...!
ભઈલા સંગ કેરી ખાવા દોડું
મમ્મી મારી પ્રેમથી રે જમું
મને ભાવતી કેરી મીઠી મીઠી...!
