પિચકારી અપાવ મોટી
પિચકારી અપાવ મોટી
મને પિચકારી અપાવને મોટી
મમ્મી તું તો વાત ન કર ખોટી
પપ્પા સાથે જઈશું બજાર
પિચકારી જોઈશું હજાર
તને અપાવીશ પિચકારી મોટી
તું તો લપ ન કર હવે ખોટી
ભઈલા માટે બંદુકડીવાળી
બેની માટે ચુટકીવાળી
મારે લેવી છે બેનટેનવાળી
મમ્મી પિચકારી અપાવને મોટી
હું તો લઉ પિચકારી રંગોની છોળો ઉડાડુ
હું ભોય પુરુ રંગોથી રંગોળી ન્યારી
મમ્મી પિચકારી અપાવને મોટી
સામ સામે જામ્યો છે પિચકારીનો જંગ
હું રંગોથી રંગૂ બાળદોસ્તોના અંગ
મમ્મી પિચકારી અપાવને મોટી
હું તો ભરું પિચકારી અને મારૂં ચિચિયારી
મને લાગે છે રંગીન દુનિયા સારી
મમ્મી પિચકારી અપાવને મોટી
પિચકારી કહે સાંભળો મને
હું કહું આ દુનિયાની કહાની
મમ્મી પિચકારી અપાવને મોટી
મારી જેમ તમે પણ રંગ ભરો
રંગોથી લાગે છે દુનિયા સારી
રંગો સિવાય દુનિયા બેરંગી
મમ્મી પિચકારી અપાવને મોટી
