દિકરી
દિકરી
નાની નાની પગલી પાડતી આવે,
બીજા ઘરે પગલા પાડતી જાય,
હસીને ખુશી લઈ આવે,
પણ આખરે મને અને તમને રડાવતી જાય,
જાત જાતની વાનગીઓ લઈ આવે,
પણ પોતે બનાવેલ વાનગી ખવરાવી ખુશ એ થાય,
મસ્તી ભરી કાલિ ઘેલી વાણીથી એ બોલાવે,
પણ હ બેટા કહેતા કેવી રે એ હરખાય,
ઘણી વાર વાતે વાતે દુઃખ મને થઈ આવે,
પણ શીતળ બની મને તો એ પરી જેમ પંપાળે,
સાત રંગોથી રંગાયેલ એનું જીવન રુદ્રને નજર આવે,
એતો ભાગ્યવાન બાપને દીકરી બની હાથે આવે
