બાળ મજબૂરી
બાળ મજબૂરી
તું શાને કરે છે નાહકના દેણ,
કે તારું બાળ કરે છે કામ,
તું શાને રાખે છે શોખ,
કે તારું બાળ અભણ રયરે,
તું શાને કરે છે વ્યસન,
તારું બાળ માંજે વાસણ રે,
તું શાને કરે છે એવું કામ
તારું બાળ બને છે મજબૂર રે,
તું શાને કરે છે અણ વિચાર
તારું બાળ કરે બાળ મજૂરી રે,
તું શાને કરે છે પીછે હટ
તારું બાળ રહે સપન વિહોણ રે,
તું વિચાર, સમાજ વિચારે,
ભારતનું દર બાળ ભણે સમાન રે,
પ્રેમ કહે માનવી તું અપાર
તું સમજ દુનિયા સમજી સમાન રે.
