2020 નું વર્ષ
2020 નું વર્ષ
કોરોનાથી અને બીમારીથી છલકાયું વર્ષ,
હેલ્મેટ ન પહેનાર દરેક એ માસ્ક પહેરી કર્યું પસાર,
પંજાબી, ચાઈનીઝ ખાનારે ખીચડી ખાઈ કર્યું પસાર,
મંદી ને મગજ પર રાખી ઉલાસ બતાવી કર્યું પસાર,
ટેકનોલોજીને ન ગમતું કહી કર્યો આવકાર,
કંઈ જ જાણવાની ઈચ્છા ન ધરાવનાર એ ઘણું જાણી કર્યું પસાર,
જ્યોતિષની આકાશવાણીના ભ્રમને દૂર કરી કંઈક નવું બતાવ્યું આ વર્ષે
બીક બીક કરીને કર્યું કામ સર્વે એ.
દેશ, ઘર, ફેમિલી ને બચાવવાની વાતો કરનાર પોતાના પણ માંડ સાચવી શકયા.
હું તો ઘરમાં રહું જ નહિ એણે પૂરું વર્ષ ઘરે જ પસાર કર્યું,
વીસ વિષ લઈને આવ્યું હતું.
પ્રેમ કહે વીસને પ્રેમથી ગેટ આઉટ, ગેટ લોસ્ટ,
ચાલો આ ૨૦૨૦ની પલ ને ભૂલી એક વિશ સાથે નવી શરૂઆત કરીએ.
