બાળમજૂરી
બાળમજૂરી
જવાબદારીઓએ છીનવી લીધું બાળપણ મારું,
હાસ્ય હતું મુજ મુખ પર હવે આવી ગંભીરતા,
બાળમજૂરીના તળે ખોવાઈ ગઈ નિર્દોષતા મારી,
બાળમજૂરી સૌ કોઈ જાણે જગમાં એક ગુનો છે,
તો એ બાળકને મજૂરી રાખે, મજબૂરી તળે શોષણ કરે,
આંખો મારા જેવા બાળમજૂરોની સવાલો કરી રહી,
કેમ છીનવાયું મારું બાળપણ, ભોળપણ, નિખાલસતા,
કયારે આ સમસ્યાનું નિવારણ આવશે, કયારે બાળપણ પાછું મળશે ?
