STORYMIRROR

Bhargav Jagad

Others Children

4  

Bhargav Jagad

Others Children

બાળમજુરી

બાળમજુરી

1 min
219

હૈ ભગવાન જો તમારી પથ્થરની,

મૂર્તિઓ મંદિરમાં પુજાય છે,

તમારું સ્વરૂપ મનાતાં બાળકના હાથે,

શા માટે બાળમજુરી કરાવાય છે ?


હૈ ભગવાન તમારી મૂર્તિ સામે,

છપ્પનભોગ મંદિરમાં ધરાવાય છે,

બે ટાઈમના ભોજન માટે નાના બાળકો પાસે,

આખો દિવસ કેમ કામ કરાવાય છે ?


હૈ ભગવાન તમારા મંદિરમાં તો,

લાખો રૂપિયાઓના દાન અપાય છે ?

તમારા જ બાળકને જરૂરિયાતો પૂરી કરવા,

કેમ દિવસ રાત મજૂરી કરાવાય છે ?


હૈ ભગવાન આ કળિયુગના માણસની,

વિચારસરણી નથી સમજાતી,

માતા પિતા પોતાના સ્વાર્થ માટે,

રમવાની ઉંમરે કેમ બાળક પાસે કામ કરાવાય છે ?


હૈ ભગવાન તમારી મૂર્તિઓ પર,

દૂધની નદીઓ વહેવાય છે,

નાના બાળકો ભૂખ્યાં અને તરસ્યા હોય,

તો પણ કેમ કામ કરાવાય છે ?


હૈ ભગવાન તારો જ બનાવેલો માનવી,

જુવોને કેટલો બદલાઈ ગયો છે !

સ્પર્ધાના ચક્કરમાં આવીને

નાના બાળકોનું બાળપણ છીનવી રહ્યો છે.


Rate this content
Log in