પપ્પા તમે હોત તો
પપ્પા તમે હોત તો
પપ્પા તમે હોત તો અમારી સાથે, આપણો પરિવાર પૂર્ણ હોત,
પપ્પા તમે હોત તો અમારું તમારા વગરનું જીવન પણ પૂર્ણ હોત,
પપ્પા મારી સવાર તો દરરોજ પડે છે,
પપ્પા મારી દરરોજની સવારમાં કમી તમારી દેખાય છે,
પપ્પા મારા મિત્રના ફોનમાં પપ્પા લખેલો ફોન આવે છે,
ત્યારે પપ્પા તમારી કમી ઘણી મહેસૂસ થાય છે,
સાંજ ઢળી ગઈ હોય તમારો આવવાનો સમય થઈ ગયો હોય,
ત્યારે દરવાજે ઊભો હોઉં ત્યારે તમારી કમી મહેસૂસ થાય છે,
પપ્પા તમારું નામ લેતાં આ આંખો તો એકદમ છલકાઈ જાય છે,
એક સમય હતો કરતાં અનેક વાતો, પપ્પા આજે વાત કરવા પણ તરસી જવાય છે,
પપ્પા તમારા ગુસ્સાની, તમારી શિખામણની અમને ઘણી જરૂર છે,
બધાંને પપ્પા સાથે જોઈને મને તમારી યાદ આવી જાય છે.
