નામ વગરનો છે એ
નામ વગરનો છે એ
નામ વગરનો છે એ અનમોલ નાતો, એની વાત જ શું કરવી,
તારા ને મારા સંબંધની વાત છે અવર્ણનીય અને અવિસ્મરણીય,
ન હતી ઓળખાણ આપણી વચ્ચે પહેલાં છતાં બંધાઈ ગયું બંધન,
તારી ને મારી દોસ્તીની વાત છે અવર્ણનીય અને ખાસમખાસ,
ગુસ્સો, તકરાર ને નારાજગી હોય પણ વાત કરવાનું બંધ ન થાય,
તારા ને મારા નિ:સ્વાર્થ સંબંધની વાત છે અવર્ણનીય અને અણમોલ,
જેની પાસે વણમાગ્યે જ બધાં હક આપણને મળી જતાં જ હોય,
તારી ને મારી નિખાલસ લાગણીની વાત છે અવર્ણનીય અને અતૂટ,
મતભેદો તો બધાં જ સંબંધોમાં આવે પણ એક મીઠાશ કાયમી હોય,
તારા ને મારા સ્નેહના સંબંધની વાત છે અવર્ણનીય અને લાજવાબ,
કહેવા અને લખવા માટે ઓછા પડે છે શબ્દો એવી છે આ મિત્રતા,
તારા ને મારા અમૂલ્ય બંધનની વાત છે અવર્ણનીય અને અમાપ.
