ચુંબકીય જેવો આપણો સંબંધ
ચુંબકીય જેવો આપણો સંબંધ
1 min
202
આપણે બંને છીએ એકબીજાથી એકદમ વિરૂદ્ધ ને વિપરીત,
ચુંબકના અસમાન ધ્રુવની જેમ એકબીજા તરફ આકર્ષાયેલા....
નથી મળતાં હતાં આપણા વિચારોને સ્વભાવનો મનમેળ,
ચુંબકીય ક્ષેત્રની જેમ હંમેશા એકબીજાની આજુબાજુ વિસ્તારેલા....
કયારેક થાય છે આ ગાઢ સંબંધોમાં પણ ગહેરી તકરાર,
કયારેક એમાં પણ થાય છે ચુંબકના જેવું અપાકર્ષણ....
સરખા વિચારોવાળા પણ કયારેક તો સાથ નથી નિભાવતા,
ચુંબકના સમાન ધ્રુવોની જેમ જ રહે છે આપણો સંબંધ.
