એલિયન પૃથ્વી પર ભૂલો પડ્યો
એલિયન પૃથ્વી પર ભૂલો પડ્યો
ગાઢ અંધકારભર્યા રાતમાં એક અલગ પ્રકાશ નજર સમક્ષ આવી રહ્યું હતું,
જાણે કોઈ બીજા ગ્રહ પરથી કોઈએ યાન છોડ્યું હોય એવું લાગી રહ્યું હતું.
અંતરિક્ષમાંથી મોકલેલા યાનને બીજા ગ્રહ પરની જગ્યાએ પૃથ્વી પર આવી ગયું,
મારગ ભૂલેલો અવકાશયાત્રી અહીં બધાં માણસો જોઈને એકદમ ડરી ગયું હતું.
ન હતો કોઈ નકશો, ન હતી કોઈ ઓળખાણ ન હતાં પૈસા એની પાસે તો,
શું કરશું, ક્યાં જશું કે કેવી રીતે બધું ખબર પડશે એની ચિંતા કરી રહ્યું હતું.
દેખાવ તો મનુષ્ય જેવો લાગતો પણ હાવભાવ એના કંઈક અલગ લાગતા,
કોઈ એને એલિયન, કોઈ એને દેવદૂત ને કોઈ એને વિચિત્ર પ્રાણી સમજી રહ્યું હતું.
પૃથ્વી પરના માણસો એની સાથે વાત કરવાની કોશિશ કરી પણ ભાષા નહીં સમજાઈ,
અજાણ્યા ગ્રહ પર અજાણી વ્યક્તિ વચ્ચે પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યું હતું.
ધીમે ધીમે એ અહીંની ભાષા શીખી ગયાં ને માણસો સાથે હળીમળી ગયું,
હતું એ પણ એક વ્યક્તિ જ એનામાં જ લાગણી, દયા, પ્રેમ દેખાઈ રહ્યું હતું.
યાદ આવી રહી હતી એને પણ એના ગ્રહની ને એમની સાથે જોડાયેલા સંબંધોની,
નિર્ધારિત સમય વગર જવાય એમ ન હતું એટલે તો ચકોરની જેમ રાહ જોઈ રહ્યું હતું.
આ સ્વાર્થી લોકોની વાત નહીં સમજાઈ એને તો બસ પોતાનું કામમાં જ ધ્યાન લગાવ્યું,
કેવાં કેવાં લોકો છે કેવાં વિચારો છે એકબીજા માટે એને એ જાણી રહ્યું હતું.
