STORYMIRROR

Bhargav Jagad

Inspirational Children

4  

Bhargav Jagad

Inspirational Children

સફળતા એમજ મળે કે

સફળતા એમજ મળે કે

1 min
322

જોયું છે બાળપણથી એક સ્વપ્ન, સાકાર કરવા માટે મહેનત તો કરવી પડે,

બનાવવું છે જીવનમાં એક નામ, સફરમાં આવતી મુશ્કેલી તો વેઠવી પડે..


આપશું જો એમાં શરૂઆતથી ધ્યાન, તો જ આગળ જતાં કંઈ તકલીફ ન પડે,

ભૂલવા પડે છે બધાં જ મોજ શોખ, અભ્યાસમાં રૂચિ તો રાખવી પડે....


પહેલેથી થોડી સારી આદત પાડવી કે જેથી વાંચન દરરોજ નિયમિત રીતે થાય,

કેમ વાંચવું, કેમ લખવું ને કેમ યાદ રાખવું એની અવનવી રીતો અપનાવી પડે...


એક કે બે દિવસની વાત નથી ઘણાં મહિના વર્ષના ઉજગરાની વાત છે આ તો,

આમ રાતોરાત કોઈ સફળ થતું નથી ઘણાં સમયથી સખત મહેનત કરવી પડે,


અમુક ખરાબ સંગત મળી જાય તો હારી પણ જવાય ને થોડું ભટકી પણ જવાય,

અમુક કઠિન પરિસ્થિતિ એવી પણ આવશે જેમાં ઘણી હિંમત બતાવી પડે,


સફળતા મળ્યા બાદ કોઈ નથી પૂછતું કે કેટલા કષ્ટો સહનો કર્યા છે એ,

ઘણું વસ્તુઓની માયા છોડીને જોયેલ સ્વપ્નમાં સિદ્ધિ મેળવવી પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational