યાદોનું ચોમાસું
યાદોનું ચોમાસું
જેમ ચાતક વરસાદની રાહ જોય છે,
એમ હું તારી આવવાની રાહ જોવું છું,
વરસાદનાં પાણીમાં પલળી ગયા,
પણ તારી યાદોમાં પલળવાનું બાકી છે.
આકાશમાં ઘનઘોર વાદળો છવાય ગયા,
ને ચોમાસું તો શરું થઈ ગયું છે,
વરસાદની શરૂઆત થઈ ગઈ,
એમ તને જોવાની મારી ચાહ વધી ગઈ છે.
મારી ઝંખના તો સાવ જ અધૂરી રહી,
તરસ્યા મૃગજળની જેમ,
તારી યાદમાં, તારા પ્રેમમાં, મારા સ્વપ્નમાં,
હંમેશા તને હું શોધું છું.
વીજળીના ચમકારા થયાં,
ને વરસાદ તો મન મૂકીને વરસી રહ્યો છે,
ભીતરમાં તારા પ્રેમનું વાવાઝોડું તો,
જાણે મનને ડગમગાવી રહ્યું છે.
વરસાદની સંગ ભજીયા ખાવાનો,
આનંદ જ કંઇક અલગ છે,
આ મોસમમાં પ્રેમિકા સાથે,
સમય વિતાવાની મજા અલગ છે.
આવી છે વરસાદની ઋતુ,
ચાલો મનભરીને માણી લઈએ,
ચાતકની જેમ આ દિલ પણ,
તારી યાદોમાં પલળી ગયું.

