માટીના રમકડાં
માટીના રમકડાં
માટીના રમકડાં અને દોસ્તની કિંમત ફક્ત બનાવનારને જ ખબર હોય છે,
માટીના રમકડાંમાં ને દોસ્તીમાં પડી ગયેલી દરાર ફરીથી કયારેય નહીં ભરાય,
માટીના રમકડાં બનાવવા કે દોસ્તી કરવાની ધારીએ એટલું આસાન નથી,
માટીના રમકડાં અને દોસ્તનો વિશ્વાસ એક વાર તૂટ્યા પછી પહેલાં જેવું નહીં થાય,
માટીના વાસણ હોય કે દોસ્તી ગાઢ અતૂટ બનાવવા માટે સમય તો લાગે જ,
રમકડાં હોય કે પછી ખાસ દોસ્ત હોય કયાં સુધી સાથ આપશે એ નહીં કહેવાય,
માટીના રમકડાં હોય કે દોસ્તી હોય કઠિન પરીક્ષામાંથી તો પસાર થવું જ પડે,
રમકડું કે દોસ્તી કયારે તૂટશે નહીં એવા ખોટા અહંકારમાં તો નહીં રહેવાય,
માટીના રમકડાં કે વાસણનું સાચું મહત્વ તો કુંભાર જ બતાવી શકે,
દોસ્તીની મહત્વતા જેને દોસ્ત ખોયો હોય એ જ જણાવી શકે.
