તું અને હું
તું અને હું
તું અને હું હંમેશાં સાથે જ જીવવા માગતા હતાં,
આસાનથી ભૂલાય જાય એવો મેં તને પ્રેમ કર્યો નથી,
તું અને હું માંથી કયારેય આપણું બધું થઈ ગયું ખબર નહીં પડી,
ભૂલથી પણ તને હર્ટ થાય એવો તો પ્રેમ કર્યો જ નથી,
મારી પાસે ઘણી બધી જવાબદારીઓની વ્યસ્તા છે,
આવી રીતે હૃદયમાંથી નીકળી જાય એવો મારો પ્રેમ નથી,
તને આપેલા બધાં જ વચનો નિભાવાની કોશિશ કરી જ હતી,
નાની એવી તકલીફમાં હારી જાય એવો મારો પ્રેમ નથી,
કેમ મારો સાથ છોડી દીધો એવો જ વિચાર આવ્યા કરે મનમાં,
નાની એવી ભૂલમાં તૂટી જાય એવો મેં તને પ્રેમ કર્યો નથી,
નથી રહ્યાં કોઈ સવાલ ને કોઈ ફરિયાદ આ દિલમાં હવે,
આ જિંદગીમાં ફક્ત તારા સિવાય અન્યને પ્રેમ કર્યો નથી.
