STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Children

4  

Jivatiben Bachubhai Pipaliya

Children

ભોગ ધરાવો શાને

ભોગ ધરાવો શાને

1 min
342

છે ભણવાની ઉંમર મારી, વેઠ કરાવો શાને ?

નિરક્ષર રાખી કાયમ મુને રોજ રડાવો શાને ?


બચપણ મારું ખૂટીને ખરતું, સપનાં જાય મરી,

બાળમજૂર બનાવી દઇ ને રોજ મરાવો શાને ?


બાળ મજૂરો એઠું જુઠું ખાઇ ને પેટ ભરે,

ભગવાન નથી ભૂખ્યો તોયે ભોગ ધરાવો શાને ?


શ્રેષ્ઠીજન તો વાતો કરતાં કાયમ મોટી મોટી,

એક નથી પડતી સાચી ને તોય રડાવો શાને ?


આખા જગનાં બાળકના તો, ગ્યાં છે ચેન ખરી ભાઈ !

બચપણ એનું કરમાવી 'શ્રી' રોજ દળાવો શાને ?


Rate this content
Log in

Similar gujarati poem from Children