STORYMIRROR

Ankita Soni

Children Stories Tragedy

4  

Ankita Soni

Children Stories Tragedy

પરિશ્રમના પરસેવે

પરિશ્રમના પરસેવે

1 min
403

રોજરોજ પરિશ્રમના પરસેવે રેબઝેબ નહાઈ રહી છે,

એક કળી પૂરેપૂરી ખીલતા પહેલાં જ કરમાઈ રહી છે,


વરસતા ફોરાંને ખુલ્લી હથેળીમાં ઝીલવાની વેળાએ,

થોડાંક સિક્કા માટે નાજુક શી આંગળી ઘસાઈ રહી છે,


મેલાંઘેલાં ખિસ્સાના ખૂણે સાચવે છે ઢગલો સપના,

પણ ભારેખમ જવાબદારી જોને પીઠ પર લદાઈ રહી છે,


પૂછ્યો'તો પ્રશ્ન એણે પેલી વાદળીને એક વાર સાચ્ચેસાચ,

ખોળે બેસાડી ખવડાવતી પરી મારે કાજ આવી રહી છે ?


ભોળી આંખોમાં ડોકાતી લાચારી ને મજબૂરીથી,

વિસ્મયની દુનિયા ભણતરને અભાવે ડઘાઈ રહી છે,


ક્યાંક મળી જાય તો ચા બિસ્કિટ ખવડાવી દયામાં,

જૂઠી માનવતાના ઓઠે બાળમજૂરી છૂપાઈ રહી છે.


Rate this content
Log in