STORYMIRROR

Falguni Rathod

Inspirational Children

4  

Falguni Rathod

Inspirational Children

બાળમાનસ જગમાં

બાળમાનસ જગમાં

1 min
298

ભોળા મનનું બાળપણમાં રોતો'તો ને,

રમવાના તૂટેલા રમકડાં કૂડે વીણતો રહેતો હતો !


સ્વપ્ન સોનેરી આશના જોતો 'તો ને,

દિન આખાનો ભાર હળવો કરવા તપતો હતો !


કલશોર ભીતરે ભર્યો 'તો ને;

થેલો એના ખભે જો કેવો મસમોટો લાદેલ હતો !


સ્વપ્નની આંખે ભાવિ જોતો 'તો ને;

વાસ્તવની ધગધગતી બેડીઓ તળે દબાતો હતો !


નાના હાથે જોને ધરા ભાર વીણતો 'તો ને;

પ્રસ્વેદ જીવનના ટીપે ટીપે અશ્રુઓમાં રઝળતો હતો !


ભણવા કાજ કલમ ઊંડે જઈ ખોળતો 'તો ને;

કચરા કેરા ઢગમહી એ તો રોજે રોજ ખોતો હતો !


વાળીઝૂડી, કીટલી લઈને ફરતો 'તો ને;

ચપટી ધાન ખાતર મસમોટા તપેલા ઉચકતો હતો !


મુખ પર ક્યારેક સ્મિત મજાનું ધરતો 'તો ને;

મળે મુક્તિ કો'ક રાહબર સંગ આશ અનેરી ધરતો હતો !


જીવતર વાટે જો કેવું કેવું સહેતો 'તો ને;

માનવ આજ ક્રૂર બની 'બાળ મજૂરી' ,

શા કાજ બાળમાનસ જગમાં જડતો હતો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational