પિતા
પિતા
કરતા જે ઉપકાર હર-હંમેશતો સંતાન કેરા,
ધન્ય છે ! તે દેવતાને, પિતા આપણા સૌના.
હોય જો માત હેતાળ, તો પિતા હૂંફનો દરિયો,
કરતા નિત ચિંતા સંતાન તણી, પિતા તે મહાન.
કરતા જે પુરી ઈચ્છા બાળ મન કેરીને નવી,
કહેવાય જે ભગવાન, આપણા જનક-જનની.
બચાવે જે બાળને, મોટા સંકટને સંતાપથી,
છે પિતા તારણહાર, બચાવે ખોટા પાપથી.
હોય અભાગી, જે ગુમાવે પિતાની છત્ર-છાયા,
કરે હેરાન તેણે જગતની આ દંભી મોહ-માયા.
