*બાળ મજૂરી*
*બાળ મજૂરી*
1 min
403
એમની બિચારાની કેવી મજબૂરી હોય છે,
કે એ લોકો કરતા બાળમજૂરી હોય છે.
સાવ નાનાનાના ભૂલકાઓ બાળમજૂરી કરતા હોય,
ઉંમર પણ ક્યાં એમની એવી પુરી હોય છે.
બીજી બધી બાબતોનું પણ ક્યાં જ્ઞાન હોય છે ?
જમાનાની ઓળખ પણ એમને અધૂરી હોય છે.
બાળમજૂરી એટલે જ કરે એ લોકો કે,
એમના કુટુંબની એમનાથી બહુ દૂરી હોય છે.
સમયસર રોકી લેવામાં આવે તો જ સારુ છે "સંગત"
મોટા થઈને આ લોકના હાથમાં તલવારને છૂરી હોય છે.
