STORYMIRROR

Jagruti rathod "krushna"

Children Stories

4  

Jagruti rathod "krushna"

Children Stories

પેટ કરાવે વેઠ

પેટ કરાવે વેઠ

1 min
391

બાલ્યકાળ સૌનો સુવર્ણજ હો જરૂરી નથી, 

બેફિકર, મસ્ત મૌલા, આઝાદ હો એવું નથી !


આવી પડે છે અણધારી આફતો વણમાગી,

સૌના નસીબ ધરતા હો ચળકાટ એવું નથી !


સમય બતાવે અવનવા ખેલ અનુભવો સાથ,

મળે વડીલોની છત્રછાયામાં વાસ એવું નથી !


હા, છે એ અપરાધ કરાવનાર માટે સમજે તો,

બાળમજૂરી કરે એ બાળની આશ એવું નથી !


જોઈએ એને પણ અક્ષરજ્ઞાન મળે જો સમયે,

પણ કરવી પડે છે પેટ માટેજ વેઠ એવું નથી ?


Rate this content
Log in