STORYMIRROR

Katariya Priyanka

Inspirational Children

4  

Katariya Priyanka

Inspirational Children

એ પિતા છે...

એ પિતા છે...

1 min
239

જેની વજ્ર સમી છાતીમાંથી,

ઝરણાંની માફક પ્રેમ વહે, 

એ પિતા છે


ખરબચડા હાથોથી તેડતા,

હર્દયની કોમળતા રેડે,

એ પિતા છે.


એક જીવનને સમૃદ્ધ કરવા,

પોતાનાં શ્વાસો ખર્ચી નાંખે,

એ પિતા છે.


ડગમગતા કદમોનો સહારો બનવાં,

દિનરાત, અથાક જે દોડતાં રહે,

એ પિતા છે.


દુઃખને પોતાનાં ખિસ્સામાં સંતાડી,

સુખ સુવિધાની લ્હાણી કરે,

એ પિતા છે.


એમનાથી પણ વધુ નામનાં મેળવે,

એવી જ કામનાં કરે,

એ પિતા છે.


વેદનાને બંધ બારણે આંખોમાં લાવશે,

હિંમત આપવા હરદમ ખભે હાથ મૂકે,

એ પિતા છે.


વધુ લખવાં ક્યાં સક્ષમ છે "સરગમ",

આભથી ઊંચા ને દરિયાથી વિશાળ છે,

એ પિતા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational