વરસાદ
વરસાદ
આવ્યો રે આવ્યો વરસાદ રે,
વરસાદ લાવ્યો ગીત મધુરાં રે,
કરે મયૂર મીઠાં ટહુકા રે,
નભે વાદળ ઝૂમતાં રે,
વીજલડી ઝબૂકતી રે,
ગડગડ વાદળ ગરજે રે,
ધરાને ભીંજવતો રે,
હરિયાળી બીછાવતો રે,
ઠંડક ઠંડક થાય તન રે,
ઠંડક ઠંડક થાય મન રે,
આનંદે નાચે બાળ અધીરાં રે,
વરસાદમાં સૌ ખીલીએ રે.
