ઝરૂખાની ઝંખના
ઝરૂખાની ઝંખના
1 min
217
એ આવશે એમ રટી રહીને,
મેં તો દિશાનાં સહુ દ્વાર હેર્યાં,
ને શૂળ સૌ કંટકની સહીને,
મેં તો પ્રિયાને પથ ફૂલ વેર્યાં,
ત્યાં તો હવા નુપૂરનાદ લાવી,
દૂર ઝરૂખામાં નજર ગઈ,
'હા ,એ જ પ્રિય એ જ આવી,
ઝરૂખામાં એ સ્મિત વેરતી ઊભી,
આવી એ જ ક્ષણે જતી રહે,
જાણે કશી ચંચળ વીજરેખા,
જાણે એક દ્રષ્ટિનું સ્મિત વેરે,
ઝરૂખાની ઝંખના ક્ષણે ક્ષણે સ્મિત વેરે.
