પિતાનો પ્રેમ
પિતાનો પ્રેમ
1 min
319
પિતા છે ઘરના મુખી,
તેના થકી સૌ સુખી,
પરિવારની તાકાત અને વિશ્વાસ,
એક ઉમ્મીદ એક નવી આશ,
બહારથી કઠણ ને અંદરથી નરમ,
દુ:ખોમાં ઢાલ ને રક્ષણહાર બને,
પરિવારની ખુુશીઓની દરકાર કરનાર,
સંતાનોને કોહિનૂર બનાવનાર,
શબ્દોની ઉણપ નથી, નથી પ્રેમમાં ખોટ,
પિતાનું વ્યક્તિત્વ જ અનેરું છે કે શબ્દોમાં પડે છે ખોટ.
