બાળમજૂરી વિરુદ્ધ જંગ
બાળમજૂરી વિરુદ્ધ જંગ
ચાલો આપણે કરીએ બાળમજૂરી વિરુદ્ધ જંગ,
બાળકોને લગાવી એ ભણતરનો સાચો રંગ.
બાળકોને આપીએ નિખાલસ મસ્તીભર્યું બાળપણ,
બાળકોને ભણાવીને સુધારીએ તેમનું બચપણ.
મજબુરીનો ફાયદો ન ઉઠાવતા બનીએ સહાયક,
'બાળદેવો ભવઃ'નું સુત્ર સાર્થક કરવામાં બનીએ સહાયક.
જોજો બાળકોનું બચપણ રૂંધાઈ ન જાય,
બાળમજૂરીના પાપ તળે તમે દબાઈ ન જાવ.
બાળમજૂરી નાથવા સૌ કોઈ કરજો પ્રયાસ,
બાળકોને પણ મળે તેમનો સાચો અધિકાર.
