Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital malani

Inspirational

3  

shital malani

Inspirational

વહુ

વહુ

1 min
62


એક દીકરીને ચકલી કહેવામાં કોઈ વાંધો છે નહીં...

પણ, આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


આવી હોય ત્યારથી ફફડતી અને ડરતી...

હળવા પગલે ચકલીની જેમ ઠેસ ખાતી..

એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


અરીસામાં જોઈ મનોમંથન કરતી..

પોતાના પ્રતિબિંબ સામે હસતી - હસાવતી

એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


એક દાણા જેટલું અમથું ખાઈ પીને..

બધા માટે જહેમત ઉઠાવતી ને સૌને સાચવતી

એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


એકએક ડગલે સાથ ને હાથ આપતી...

બધા સાથે મળીને માળો સજાવતી

એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


આંગણામાંએ જ્યારે રંગોળી પૂરતી...

ચકલીની જેમ સ્નેહના રંગોમાં આળોટતી

એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational