ખોવાયું બાળપણ
ખોવાયું બાળપણ
1 min
264
શૈશવ કાળની એ હાસ્યાત્મક વાતો,
ગરબડ ગોટાળાની કરતા કરતૂતો.
કાલી કાલી બોલી આખો દી મસ્તી,
ગલી ગલી શેરીએ કરતા અમે ફિરસ્તી.
કુમળા હાથમાં રમકડાં,માટીમાં લોળતું તન,
પળમાં ગુસ્સો કરે,પળમાં પીગળતું મન.
ભલે ગરીબના દિવસો અમો કાઢતા,
પણ ભાઈબંધો સંગ નિત્ય હતા રમતાં.
આજનું તો કયા ખોવાયું રે બાળપણ ?
કુમળા મનમા જવાબદારીનું દડપણ.
ખેલકૂદમાં દિવસો હોય જે ઉંમરમાં,
ભાર લઈ ફરતાં ભૂલકાઓ મગજમાં.
બાળમજૂરી નિષેધના નિયમો રાખીશું કડક,
બાળકોનું બાળપણ સચવાશે નિજ જીવનમાં.
