STORYMIRROR

Leelaben Patel

Thriller

4  

Leelaben Patel

Thriller

વાર તો લાગી હશે

વાર તો લાગી હશે

1 min
220

આ ઓરડાને છોડવામાં વાર તો લાગી હશે,

શૈયા ઉપર જ્યાં પોઢવામાં વાર તો લાગી હશે. 


કેવી ઉતાવળ થઇ હશે સમજાય ના એ વેદના,

ભીંતે નજરને ભોંકવામાં વાર તો લાગી હશે. 


છેલ્લી નજર મારી હશે ને ઓરડા પર ત્યાં પછી,

થોડુંક ગમતું જોડવામાં વાર તો લાગી હશે. 


આવી હશે કેવી મુસીબત ત્યાં અચાનક કુદરતી,

ઈશ્વરના દ્વારો ઠોકવામાં વાર તો લાગી હશે.


ભરપૂર છે એ લાગણીથી તરબતર જે ખોળિયું ,

એમાંથી શ્વાસો તોડવામાં વાર તો લાગી હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller