STORYMIRROR

urvashi trivedi

Inspirational Thriller

4  

urvashi trivedi

Inspirational Thriller

ક્યાંથી લાવું

ક્યાંથી લાવું

1 min
52

મૌન તાળવે થીજી ગયું છે

પીગળીને વહેવા માંડે

તેવા શબ્દોની આગ ક્યાંથી લાવું ?


છજાના ભારથી દીવાલો

ધ્રુસકે ચડી છે ખરતા પોપડાને

ઝીલી રાખવાનું જોમ ક્યાંથી લાવું ?


માટીના પિંડમાંથી માનવી બન્યો

અસ્તિત્વ અને જાતને નિખારવા

ચાકડે ચડવાની હામ ક્યાંથી લાવું ?


એકલા આવ્યા અને એકલા જવાનાં

ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનાં

મારા અને મારું છોડી શકાય એવું મન ક્યાંથી લાવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational