STORYMIRROR

Pradeep Samaucha

Romance Inspirational Thriller

4  

Pradeep Samaucha

Romance Inspirational Thriller

ગઝલ કહેવી નથી

ગઝલ કહેવી નથી

1 min
273

શબ્દ જોડીને ગઝલ કહેવી નથી;

છંદ તોડીને ગઝલ કહેવી નથી,


ચૂપ રહેવું કાં સ્તુતિ કરવી છે બસ,

પણ વખોડીને ગઝલ કહેવી નથી,


સીધુંસટ કહેવાનો છું, જે કહેવું છે,

કંઈ મરોડીને ગઝલ કહેવી નથી,


હું ગઝલ કહેવાનો છાતી ઠોકીને,

હાથ જોડીને ગઝલ કહેવી નથી,


શાંતિથી બસ ક્યાંક બેસી કહેવી છે;

હાંફી-દોડીને ગઝલ કહેવી નથી,


કહી રહ્યો છું હું જીવનની ફેફિયત,

'સત'ને મોડીને ગઝલ કહેવી નથી,


શે'ર મત્લાથી કહીશ મક્તા સુધી, 

શે'ર છોડીને ગઝલ કહેવી નથી,


મેં ઉગાડ્યું છે ગઝલમાં સત 'પ્રદીપ',

જૂઠ ખોડીને ગઝલ કહેવી નથી.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance