STORYMIRROR

Pradeep Samaucha

Thriller

4  

Pradeep Samaucha

Thriller

ભલે આવવા તું હવા દે

ભલે આવવા તું હવા દે

1 min
295

નયનદ્વારથી તારી ભીતર જવા દે–

મને મૌનની તું કથા વાંચવા દે,


સ્વપન પણ હૃદયમાં જ ગુમ થઈ ગયાં છે,

હશે કોઈ ખૂણે, મને શોધવા દે,


વ્યથા-વેદનાના જખમ ના છૂપાવીશ,

ભલે આંખમાં અશ્રુઓ આવવા દે,


તરસ પણ મને રણની વચ્ચે જ લાગી;

નથી જળ મળ્યું તો હવે ઝાંઝવાં દે,


તબીબો બધાયે વિફળ થઈ ગયા છે,

હવે તો સનમ, તું જ સાચી દવા દે,


રહીને મને મૌનમાં શું મળે આમ ?

નથી ચૂપ રહેવું, મને બોલવા દે,


અસર બેઅસર થઈ જખમ જોઈ જૂના,

ખુદા તું ભલે દે, જખમ પણ નવા દે,


બૂઝે ના 'પ્રદીપ' એમ છોને પવન હો,

ખસીને ભલે આવવા તું હવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller