Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pradeep Samaucha

Abstract Tragedy Thriller

4  

Pradeep Samaucha

Abstract Tragedy Thriller

પીડા

પીડા

1 min
505


દુપટ્ટાથી ચહેરો છૂપાવી ફરે છે,

નશીલી નજરમાં છતાં આંતરે છે,


પ્રથા દર્દ દેવાની બદલી છે એણે;

દિલાસાના નામે જખમ ખોતરે છે,


ફૂલો જેણે દીધાં એ કંટક બિછાવે,

અને પ્રેમ આપ્યો એ જખ્મો ધરે છે !


હજી નામ ધબકે છે તારું હૃદયમાં,

હજી શ્વાસ પ્રત્યેક તુજને સ્મરે છે, 


હજી દર્દ, ડૂસકાં 'ને ડૂમા છે દિલમાં,

હજી નામ લેતાં જ અશ્રુ ઝરે છે,


પીછો છોડવા રોજ તારો હું ચાહું,

છતાં કાં ઉદાસી તું મુજને વરે છે ?


સતત રક્તથી સિંચ્યા છે શબ્દ કેવા !

પીડા ઉદ્ભવે તો ગઝલ અવતરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract