Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract Inspirational

4.5  

Bharat Thacker

Abstract Inspirational

યાત્રા – એકલતાથી એકાંત

યાત્રા – એકલતાથી એકાંત

1 min
265


એકલતા સહુને ખંડીત કરી ને, કરે ભયભીત છે

એકાંતમાં પંડ સાથેની પવિત્ર પ્રીત થાય પ્રતીત છે,


એકલતાથી એકાંત તરફ વળાય તેમાં સમાયેલું સ્વહિત છે

એકલતા છે ઘોંઘાટ, જ્યારે એકાંત આત્મીય સંગીત છે,


એકલતાની પીડા, પજવણી કરીને કરે છે સહુને ખંડીત

એકલતાથી એકાંત તરફનું પ્રયાણ બનાવે પંડિત છે,


એકલા હોવા છતાં, એકલતામાં હોય છે બહાર તરફ દોડ

એકાંતમાં બહારથી અંદર તરફની કુચ 'નિહિત' છે,


એકલતામાં બધાની વચ્ચે પણ પડી જઈએ છીએ એકલા

એકાંતમાં આપણી પરમાત્મા સાથેનું જોડાણ ગર્ભિત છે,


એકલતા આપણને બરાબરની ચઢાવતી હોય છે ચકરાવે

એકાંતમાં અંતરમનના મનન થકી ચિત પુલકીત છે.


Rate this content
Log in