મુક્તિ
મુક્તિ
ફગાવી સ્નેહનાં બંધન,
ફક્ત સ્નેહ રાખી લ્યો,
બંધનમાં ગુલામી છે,
સ્નેહમાં સઘળું સાંખી લ્યો,
ન પડવું પ્રેમમાં મારે,
ઉન્નત થવું સ્નેહનાં ધાગે,
ફના થઈ જવું નિ:સ્વાર્થે,
નિજનાંને અનુરાગે,
વિસ્તારી સ્નેહની સીમા,
ઓળંગવા અંતર સીમાડા,
ફેલાવી તરંગ સ્નેહનાં,
આંબવા અનંત ઓવારા,
સ્થાપી સામ્રાજ્ય સ્નેહનું,
હૃદયાસને વિરાજવું,
ફગાવી સ્નેહની બેડી,
નંદીએ મુક્તિમાં રાચવું.
